Thursday, 19 January 2017

ગઝલ

એ જખમ ને ખોતરે એવું બને,
તે મને પણ નોતરે એવું બને.

નામની છે ભાઈબંધી લે હવે!,
મિત્ર થઈને છેતરે એવું બને.

કામણે તો ધાર કાઢી હર વખત ,
મારગે એ આંતરે એવું બને.

ઘાંવ તેનાં હું પસારું પ્રેમથી,
ગીત મારું લઇ ફરે એવું બને.

આ 'ફિઝા'થી આમ અળગા થાવ તો,
પાંપણો જળ નીતરે એવું બને.

કાજલ કાંજિયા'ફિઝા'
16/8/2016

No comments:

Post a Comment