Thursday, 19 January 2017

છંદ

[1/18, 11:52 AM] Chamn: વગર ભોમીયે કંઈક રાહે પડ્યા છે,
બધા કાં કવિતા ની વાંહે પડ્યા છે.
પડ્યા છે જુઓ ટુકડા આ રદય ના,
એ કોક નમણી નિગાહે પડ્યા છે.
નથી એક પડીયા ફકત નરસીયા ને,
અમારા અમોનેય હાહે પડ્યા છે.
થજો સાબદા નહી તો થાશો ભિખારી,
થયાં છે કપટ ભાગ ગ્રાહે પડ્યા છે.
- ચમન ગજ્જર

હાકા પડ ધરપર ફોજ ઉમટકર ચડકર અરી ઘર પરધર ના,
નભ ગાજ ગ્રડડકર લોઢ ઉછળનર સકર વકર ગણ શંકરના,
તલવાર ધરંકર સેન સજંકર હરી સમરકર હાક કરે,
મરદો રણ મરવા ભારથ ભરવા દોખી દરવા તેગ ધરે.
- ચમન ગજ્જર

No comments:

Post a Comment