ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો,
લાવ્યો કાંઈ તાકીદના પયગામ :
ઉપાડો ડેરો રે તંબુ, આત્મા
વસુધાના વધાવો મુકામ !...ઓચિંતો.
ભલે રે આવ્યો રે હરિના ખેપિયા ,
ભલે લાવ્યો તાકીદના પયગામ
આવું જો ઊભાઊભ તારી સાથમાં
વસુધાનો વધાવું મુકામ !...ઓચિંતો.
નથી કંઈ કહેવું, નથી કંઈ કારવવું,
નથી કોઈને સોંપવી સંભાળ :
ઉઘાડા જિંદગીના મારા ચોપડા,
નથી એમાં ઉકેલતાં આળ !...ઓચિંતો .
નથી કાંઈ છાનું, નથી કંઈ છપનું,
બધું ય છે જુગતે જાહેર;
આટોપું આ પળે મારી જાતરા:
હાલું તારી હારે હરિને ઘેર.
ભલે રે આવ્યો રે હરિના ખેપિયા.
- કરસનદાસ માણેક
No comments:
Post a Comment