Thursday, 19 January 2017

અછાંદસ

પંખે પરિસંવાદ..

વાત જાણે એમ છે!
કહુ તમને લાલા..!
ગુજરાતી છે સૌને વાલા,
પંખો તો પાંખડો ...
ચરખે-ચરખામાં તાગડો
કપાસીફૂલ અને આ ધાબળો...
ગુજરાતી ભારતનો છે ખળખળો,
દિશાઓ બદલતી પરિઓના સ્વપ્નેજ!
શું અસંતોષ છે આપણો?
મચ્છરોની માયા જાણે ફરતો-ફરતો !!!!
ફરે છે શું બાકડો ?
પંખો જો ફરતો રહે તો!
ફરતો રહે તાગડો
ચાકડે જે માટીમનુષ્ય?
શું વાત કરે છે આપણો ??
ફરે અહી માણસ બહુ!!
વળતો-વાળતો
જાણો આ આપણો જ છે,
દેશની સીમાએ ઉભો તો..
ખબરી અને ખબરદારી
સેના જ છે અદભૂત પ્યારી
દેશ સેવાની સન્નારી
લક્સમીબાઈ સંભારી
જે ભારતમા અલગારી..
ક્યા?કોને? સમજદારી ?
સવાલો આજ પણ  છે નિર્ધારી ?
ગાંધીની લાકડીએ ભારતમા
આ બંડીધારી આપણો,
દેશ આપણો અને દેશનો આ..!
વિશ્વ છે હરએકનો...
કુટુમ્બી હરએક કેહતા ટાગોરજી સંભારુ...
અને,
ભારુ-ભેરુ સંભારુ
લાગે છે લાલા..
ભરચક્ક ભારતદેશ છે આપણો
અને જે આજે...
મરજીવો છે તે..
મધદરિયે છે તે..
આભ અણિયે છે તે..
પૃથ્વી જે ઘરિયે છે તે..
સમયદાન વીર છે તે આપણો,
શરુવાત ઘર અને ધરઆંગણે,
કરી,કરે,કરશે તે આપણો..
તે સાંભરે..
જાણે..!
તે તાત કહો કે માત કહો
આગેવાન ફરે તે આપણો
પંખો વાત કરે..
ફરતો વરતાવ કરે..
જો,પવન ભેગો છે આપણો
સગો-સગાનો હોય પણ!!
આ નરેન્દ્ર ..
નર ઈન્દ્ર
મોદી બધાનો જ છે પાંખડો
પંખો પરિસંવાદનો
સંવાદ-સંવાદનો તાંતણો

જાગૃતિ મારુ "જાગુ" મહુવા

No comments:

Post a Comment