Friday, 27 January 2017

ગઝલ

સુસ્મિત  બાળ, આખું જગત આજ હાથમાં
ઇશ્વર તણી કૃપા કે રમત? આજ હાથમાં

કોનાં ચમનનું પુષ્પ તું, કોના નસીબમાં
ના તું નથી અનાથ, છે સત આજ હાથમાં

નીડર બની તું જીવ, સલામત છે હાથ આ
સંસારની લડી લે લડત,આજ હાથમાં

આખું જીવન કરેલી કમાણી નકામી થઇ
સૈનિકની આજીવનની બચત, આજ હાથમાં

મૂડી મળી અમૂલ જણસ સમ મોંઘી પણ,
સંપત્તિ તુ જ સોનુ, રજત આજ હાથમાં

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

No comments:

Post a Comment