સતત કંઈ ગૂમાવું સતત પામવાનું
થયું થાય થાશે થાવાદો થવાનું
મને જે મળ્યા રંગ લઈને નિરાંતે
જુઓ ચિત્ર દોરી રહ્યોછું હવાનું
અનાયાસ પાછા મળ્યાછો તમે લ્યો
અમે ઘર સજાવ્યું ફરી ટેરવાનું
અધૂરી રહી વૃક્ષ ની વાત રણમાં
''પછી શું થયું ભાઈ ઘેઘુર ઘટાનું ?''
- વંચિત કુકમાવાલા
No comments:
Post a Comment