નામ તારું હોઠ પર આવ્યા કરે,
એમ શમણું આંખને આંજ્યા કરે.
છાબ ભરચક રાખ તું ફૂલો તણી,
ને પછી અવસર બની મહેક્યાં કરે.
ભીંત ફાડીને ઉગે છે પીપળો,
એમ હૈયા ફાટ તું ચાહ્યા કરે.
રેતનો આખો મળે દરિયો ભલે,
આભથી શ્રીકાર તું વરસ્યા કરે.
રાખમાંથી પણ અમે બેઠા થશું,
એમ મારી જાત બસ જીત્યા કરે.
ડૉ.અયના ત્રિવેદી
અયુ
No comments:
Post a Comment