પાંદડી પર ઓસનો પણ અહેસાસ લાગે.
કોઈ જયારે આ હૃદયને ખાસ લાગે.
યાદનું પંખી સતત પાંખો પ્રસારે,
સુનકારે હાજરીનો ભાસ લાગે.
પ્રેમ માંગી શ્વાસ રોકી રાખવાનો,
જિંદગીમાં યોગ પહેલો તાસ લાગે.
એક તણખો આંખમાં સળગી રહ્યો છે,
શું કહું એ ઠારવા સો માસ લાગે!
માત આપી મોતનું ત્યાં પટકાવવું,
ગુમ સુદા બંદગીઓ પાસ લાગે.
-શીતલ ગઢવી "શગ
No comments:
Post a Comment