આગમન.......
મારા આગણાને તે દિપાવ્યું,
તારુ આગમન થયું સંગે સરસ્વતી,
રિધ્ધી-સિધ્ધીની થૈ અપાર કૃપા,
મૃગજળ જીવનમાં તુું સરીતા બની,
હેતની હેલી,લાગણીના સમંદરથી ઊભરાતી,
તુ શુષ્ક જીવનનુ અમી ભયુૅ ઓષડ,
તરસ્યા જીવની મીઠી વિરડી,
મારો વિસામો,
મારા હૃદયનો ધબકાર ,
તું મારા જીવનનું કાવ્ય,
તુ મારી વાલી દિકરી "કાવ્યા",
તારા દશૅન કરુ સવારમાં તો લાગે,
સ્વયં પ્રભુના દશૅન થાય પલવારમાં.
-સંદિપ પટેલ"કસક"
No comments:
Post a Comment