Sunday, 1 January 2017

ગઝલ

નમીને જીવનારા પણ ખમીને જીવતા લાગે,
સમયની ચાલ પરખીને સહીને જીવતા લાગે.

ઇરાદા રાખતા હેતે.બધાને સાંકળી લેતા,
ઉસૂલો થી મગર તનહા પડીને જીવતા લાગે.

ક્ષમાના ભાવ સીંચીને ખતાને દુર હડસેલી,
બધા જીવન પ્રવાહોને ત્યજીને જીવતા લાગે.

બદલતા રુપરંગો ના વધેલા આચરણ સામે,
દર્દ ના દ્રદ્ર માં મનથી લડીને જીવતા લાગે.

નજર સામે અજબ ઘટના પ્રવાહો ચાલતા જોઇ,
હ્રદયના ગુણ ધર્મોને નભાવી જીવતા લાગે.

અદાકારી બતાવવાની કળાની રીત અજમાવી,
વિષમતા પોષતા ભાવો ફગાવી જીવતા લાગે.

જગતના દોષ ભાવોથીબચાવી  જાતને માસૂમ,
સહજ જીવન પ્રયાસોનેવધારી જીવતા લાગે.

               માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment