અછાંદસ: લાગણીનું એક નામ પુરુષ
-------------------------------------
બ્રહ્માજી એ માટી લીધી.
પૃથ્વી ઉપર સર્વ શ્રેષ્ઠ,
કૃતિ રચવાની ખુદને દાટી દીધી.
થઇ અકળામણ અનહદ,
એમના હાથે લાગી કઠિનપળ.
લઇ અનેક માટી
ખાંડણિયામાં વાટી દીધી.
દરેક કુંડનું પાણી લીધું,
એનાથી નરમ પીંડું કીધું
અંગને નામ હૃદય દઇ,
ફરતે દીવાલ ઘાટી દીધી.
આવી ઉભું ચોઘડિયું
લાગણીના ઘડતર કેરું
આંખથી વેદના વાંચવા
કીકીની ખાસ પાટી દીધી.
થઇ રચના અદ્દભુત
પહોંચ્યા લઇ શિવ પાસે
સંબોધન કરી 'આદમ'
ઇવ સાથે જગમાં ઉતારી દીધી.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment