ઝાકળ ઓથે સંતાય ને આ રમે સૂરજ
ને આ કોને રોજ રોજ ગોતે છે સૂરજ?
ભલે ને ગમે એટલો રોજ રોજ એ તપે
ને સાંજ પડે એટલે રોજ ડૂબે જ સૂરજ
ઝાકળબિંદુને જો વિંધી નાખે આ કિરણ
તો મેઘધનુષ રચી વિખેરાય ખુદ સૂરજ
બે હઝાર સોળ નો તો એ..એ..એ ડૂબ્યો
બે હઝાર સત્તર નો લ્યો આ ઊગ્યો સૂરજ
ભૂતકાળને ભેગો લઇને એ તો ગયો
નવી ઉમ્મીદોને ઉઘાડે આ નવો સૂરજ
હવે રોજ નવા ફૂલો ને નવું નવું ઝાકળ
નવું ભવ્ય જોમ તન મનમાં ભરે સૂરજ
આ રોજ નવી એક "પરમ" ભોર લઈને
અર્પણ કરી અંતરને "પાગલ" કરે સૂરજ
No comments:
Post a Comment