Tuesday, 24 January 2017

ગઝલ

ચરસ, કોકીન કે ગાંજાથી મદિરા નાત સારી છે,
ભલે ઊંચી કે નીચી એની સઘળી જાત સારી છે.
.
દિવસ ભર કઈ કરો એવું કે જેને કાજ હો જીવતા,
પરંતુ ખ્વાબ જોવાને ખરેખર રાત સારી છે.
.
હર્દય કોમળ અને પ્રેમાળ છે એથી વિચારુ છું,
કરી ખોટું મળેલી જીત કરતા માત સારી છે.
.
બધી વાતો સમજદારી ભરેલી હોય ના તો પણ,
જે મૂરખ હોય છે ક્યારેક એની વાત સારી છે.
.
સુતી એ હોય છે જયારે સપન મારાજ આવે છે,
વિરહ ના દિવસો કરતા વિરહ ની રાત સારી છે.
.
નિકટ આવે છતાં મુજને કદી અડકી નથી શકતી,
જો આવે મોત એનાથી તો એની ઘાત સારી છે.
.
દરદ એવું ન આપો "મિત્ર" જે વર્ષો સુધી રે યાદ,
જો કરડે કુતરો એથી ગધા ની લાત સારી છે.
.
            રાકેશ રાઠોડ "મિત્ર"

No comments:

Post a Comment