Friday, 20 January 2017

ગીત...... ડૉ. ભાવેશ જેતપરિયા

����������������������

ચૂંદડી ઝળહળતી

તારી ચૂંદડી ઝળહળ શબનમ ફૂલડાં પર લ્હેરાય
ભાત્યું શબરી બોરું ભાજી તાંદુલિયું ઠેરાય

સ્મરણ ભીનાં રોજ સવારે ચરતા કિરણો નરવા
ગમતું પીંછું કળા કરેલા ટહુકા લઈને ગૂંજે ધરવા
વીજ ચમકતી પલપલ અખિયા ઝરમર ન્હાય
તારી ચૂંદડી ઝળહળ શબનમ ફૂલડાં પર લ્હેરાય....

રંગઘેલા પંખી સમરસ મનડું એકલ ખૂણે બોલે
સરગમ રેલાતા ઓઢી ચાદર લીલી યાદની ખોલે
ચણોઠડીના ઢગલે તરતું સ્મરણ પીંછું દાજી જાય
તારી ચૂંદડી ઝળહળ શબનમ ફૂલડાં પર લ્હેરાય.....

                    ડૉ. ભાવેશ જેતપરિયા

����������������������

No comments:

Post a Comment