Thursday, 19 January 2017

ગઝલ

જીવન કશું બીજું નથી બસ વારતા છે આપણી.
છે આકરું સીધું નથી બસ વારતા છે આપણી.

હું ધારને તું છે કિનારો સાથમાં વ્હેતા રહ્યા,
સ્પર્ધા સમું બીડું નથી છે વારતા બસ આપણી.

કૈ મેળવ્યું કૈ ગોઠવ્યું કૈ વાટમાં છૂટી ગયું,
છૂટી ગયું લીધું નથી બસ વારતા છે આપણી.

બે પળનું આ જીવન અહીં થોડી ક્ષણો ચોરી લીધી,
ખોટું કશું કીધું નથી બસ વારતા છે આપણી. ..

        પારુલ બારોટ.

No comments:

Post a Comment