ખૂબ મથામણ કરી
પણ મત્લા આવતો નથી.
આજના ઉપક્રમ માટે આ ગઝલ...
તું આંખ તારી પરોવે ત્યારે હું મારી આંખો ઝૂકાવી દઉં એ
પ્રણય નથી એ તો શું છે કહી દે અહીં સમજ પણ દગો કરે છે !
નજર નમાવી મને તું રોકે , ને હું ય જાવા કશે ન ચાહું ,
વિજય નથી એ તો શું છે કહી દે અહીં સમજ પણ દગો કરે છે !
જે સાથ રહીને ન સાથ આપે, મને રમાડે તને રમાડે,
સમય નથી એ તો શું છે કહી દે અહીં સમજ પણ દગો કરે છે !
વિનાશ સર્જન ચરમ સીમાએ, બહાર અંદર સતત રહે જે,
પ્રલય નથી એ તો શું છે કહી દે અહીં સમજ પણ દગો કરે છે !
જે તારી આંખોમા સ્થાન પામ્યા એ સ્વપ્ન મારી ખુશી બન્યા છે,
જો લય નથી એ તો શું છે કહી દે અહીં સમજ પણ દગો કરે છે !
ઘટે સમય તારો તો ય તું આ સમય ઉમેરાતો જાણી નાચે ,
એ વય નથી એ તો શું છે કહી દે અહીં સમજ પણ દગો કરે છે !
નેહા પુરોહિત
No comments:
Post a Comment