નિયમક્રમે..
યમ જાણે નિયમ,
જન્મ અને મૃત્યુ શું લખે?
બ ઝોળીમાં એક ભરેલી છે અને..
એક ખાલી,
હથેળી સૌ-સૌની થાળી.
આગળિયો જાણે મૂઠીયે વાળી,
ખુલ્લી વાત કરે પારબધ્ધ માળી!!
કર્મ એવા ઝોળીમાં જીવે જે ભર્યા
હતી ભરેલી એક પારબધ્ધે ઝોળી..
ખાલી કરી તે ત્યારે જ બીજી..
કર્મ થઈ તોળે-તોળી
મૃત્યુ જ ખોળિયે-ખોળી..!!
હાથે નંગના, થઈ ગયા ચોળા..
સોમવારથી રવિવાર તારીખો ફરે...
અને ફરે જે તહેવાર કોરા..
એકાસણા મૌનથાળ જેવા...
ક્રમ-નિયમ જીવનવંન- કેવા ?
લખે ગીતમાળા અને અંતકાળ?
દિવેલ પૂરાવતા કેવા?
આપણી જ જીવનધારા
યમ-નિયમ...!
"સત્ય,તથ્ય નિયતિ ક્રમ જાણે
પારબધ્ધ અને કર્મ છે બે જોળી
જન્મે ત્યારે ભરેલી અને બીજી મરણે ભરેલી..
ઝવેરી ધડતર ...
નિયમનું વળતર...
પુન્ય અને પાપ..
નિયમથી માપ..
ખોટી તારી ટેવ છે
મનથી તને વેર છે
અહિંસા સમસેર છે
યમ-નિયમ ખેર છે!!
ભગવતગીતામા જ નિયમની પેર છે
તારુ શરીર પણ તારુ નથી જીવ..!
જીવવા દે આ જન્મે...
છે ધર્મ-યમ
સતકર્મ અને ફળ
મરણ-યમનિયમ
કળ...
જાગૃતિ મારૂ "જાગુ" મહુવા
No comments:
Post a Comment