Monday, 30 January 2017

ગઝલ

*પલ* | *હૃદયનો સીધો અનુવાદ*

મનમાં કાળી મેંશ વળી છે ? જોયું જાશે,
શંકાઓની ટેવ પડી છે ? જોયું જાશે.

ઘરની બારી ખુલ્લી રાખી તું બેસે તો,
ફળિયું મારું *ચાંદફળી* છે ! જોયું જાશે.

જૂદી-જૂદી કાંચળીઓ છે - સાપ અનોખા,
ઘટના ઝેરી એક મળી છે ? જોયું જાશે.

સાંકળ વાસી દઈ દરવાજે હું બેઠો છું,
તારે ભાગે એ જ ઘડી છે ? જોયું જાશે.

શ્વાસે શ્વાસે વિસ્તરતું એકાંત નડે છે ?
તમને પણ આ ભીંત નડી છે ? જોયું જાશે.

*આલાપ*

No comments:

Post a Comment