Monday, 30 January 2017

ગઝલ

સરવૈયાની ઐસી-તૈસી, સરવાળાની ઐસી-તૈસી,
જીવની સાથે જીવી લીધું, ધબકારાની ઐસી-તૈસી….....

જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો,
બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની ઐસી-તૈસી…....

શ્વાસોથી ભીંજાઈ ચાલો ડૂબીએ ભીના સપનામાં,
હોડી લઈને ભવસાગરમાં, તરનારાની ઐસી-તૈસી….....

ઊંડે મનમાં ઉતરી તારું રૂપ નિરખશું બંધ આંખોથી,
પગદંડીઓ, રસ્તાઓ ને અજવાળાની ઐસી-તૈસી….......
        -- અશરફ ડબાવાલા.

No comments:

Post a Comment