🍃મોત નું કાવ્ય🍃
ભાગ-૬
#માણસ રડે છે#
લો ફરી પાછું?
આ રોજ આવું જ થાય છે?
હા.. થાય જ..ને..!
રોજ સૂરજ ઉંગે છે ને આથમે છે.
તો નવું શું છે?
હજુના સમજ્યા!
લ્યો! રોજ સવાર થાય!
ને સાંજ પડે છે?
બસ એવુંજ છે ને કદાચ!
અરે... ભાઈ દિવસ પછી રાત આવે ને...પાછો દિવસ.
ટૂંકમાં આજ દસ્તુર છે.
સમજવા જેવું ખરું , નઇ!
આ ઋતુઓ ય આવે જાય,
ફૂલ ખીલે કરમાય ને વળી ખીલે,
ફળ આવે પાકે ખરે ને નવા આવે.
કૂંપળ પાન બને ને ખરી જાય...
કંઈક આવુજ છે ને!
તો આ બધા રડતા કેમ નથી..
!
બધા આવ્યા! ગયા! આવ્યા.......
માણસ.......?..?
સંદીપ ભાટીયા
No comments:
Post a Comment