Monday, 23 January 2017

ગઝલ

ગઝલ

રડે છે.....

આંસુઓ ગમતા નથી મને,કોઈ દિલ બહેલાવવા રડે છે
પાંપણની શી ભૂલ હતી,ત્યાંથી તેને સરકાવવા પડે છે

આંખના કુંડાળા નીકળી ગયા છે,આંસુઓની નિશાની થઈ ગઈ છે
માત્ર શબ્દોની હાર હતી,ફક્ત કર્યા કરમ તેને નડે છે

વળી થંભેલો પવન છે આજે,વવાજોડાની આશ લાગે છે
જીવન મરણતો કળા છે કુદરતની,તોય મને ઈશ્વર સાથે ભડે છે

આમતો ફરક ન પડે મને,તમારા હસાવાથી
જાકીને જોઈ લ્યો મારા દિલમાં,એ પણ રોજ રોજ રડે છે

નશાની શી જરૂર છે મારે,તોય ગઝલ લખાય છે
બીજુંતો કાંઈ નહીં પણ,મને મારા માં-બાપના સંસ્કાર નડે છે

ગઝલ સાથે વાત કરી,ગઝલની રચના કરું છું
'રહીશ' તારી વાતુતો ઝળહળે છે,તોય તું ઉંમરમાં નાનો પડે છે

*રહીશ*

No comments:

Post a Comment