Thursday, 19 January 2017

ગઝલ

ડાળીએ ડાળીએ પાંદડાઓ અથડાય છે હવે,
ધીમા મંદ પવનોની ગતિ બદલાય છે હવે...

લચ્યાં છે ફુલો બાગ કેરા હૈયાની હામમાં,
ફુલો જ ફુલોને જોઈ હરખાય છે હવે....

પંખીઓનાં નાદ ને ભ્રમરોનાં ગુંજારવ,
હૈયે સૌના સ્પર્શતો સાદ  પરખાય છે હવે...

પ્રસરી રહી છે ફોરમ અહીં-તહીં સંબંધોની,
તુટી પુષ્પ ખુદ તળીયે પથરાય છે હવે....

ચૂંથાયેલા પુષ્પો થકી ઉપજે જો ફરી સોડમ,
સમજી જવું અણસાર વસંતનો વર્તાય છે હવે...

હિતેન પરમાર

No comments:

Post a Comment