Monday, 23 January 2017

ગઝલ

સંકટે સાંભરે પીર જો,
વીપતે સાંભરે વીર જો.

કંટકોની મને બીક છે,
જીવતાં ના મળે નીર જો.

શ્રાવણે શીવ પૂજાય છે,
ભોળિયાને ચઢે ક્ષીર જો.

ગોરણી જાગશે રાત ભર,
આંગણે ખાય ને ખીર જો.

હાથમાં આવતું જાય છે,
રાખવાની ધણી ધીર જો.

હોઠ પણ તેમના  બાણ છે,
આંખમાં  રાખતી તીર જો.

પ્રેમમાં  આ 'ફિઝા' ભિન્ન  છે,
થઇ ગઈ આજ હું  હીર જો.

કાજલ કાંજિયા 'ફિઝા'.

No comments:

Post a Comment