વાયરાએ સ્હેજ જયાં ધરતીને ચૂમી
ત્યાં ધરતીતો થૈ ગઇ ગુલાલ
પાનેતર ઓઢીને સજવા લાગી
જૂઓ દૂલ્હન શો એનો છે તાલ
- - ઓલી ધરતીતો થૈ ગઇ ગુલાલ
હદયે અંકુરાયા લીલ્લેરાં વન
સાથ કેસૂડાં મ્હોર્યા અપાર
ભમરાંએ વાત જઇ ફાગણને કીધી
ત્યાં ફાગણમાં આવ્યો નિખાર
વન વનમાં વાત વહી એવી કે
લ્યો અલ્યા, ધરતીતો ચાલી સસુરાલ
--- -ઓલી ધરતીતો થૈ ગઇ ગુલાલ
લાલ લાલ ગાલ એનો લીલ્લેરો વાન
જાણે નોખી હો એની કો' ભાત
ફાટફાટ જોબનને મઘમઘતો ઠાઠ
એનાં પાલવડે મોરલાંની ભાત
કેસૂડે મુહૂર્ત કઢાવ્યાં વસંતનાં
ત્યાં ધરતીતો થૈ ગઇ છે ન્યાલ
---- ઓલી ધરતીતો થૈ ગઇ ગુલાલ કવયિત્રી --- પ્રજ્ઞા વશી (વસંત પંચમી)
Friday, 3 February 2017
ગીત
Labels:
પ્રજ્ઞા વશી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment