Thursday, 16 February 2017

ગઝલ

*== સંગાથ ==*
સવારે સવારે અમે રોજ ઊગ્યા,
ગગનમાં બપોરે ઝળાહળ ઝબૂક્યા.

હતી રાત ન્યારી અમારા પ્રણયની
હતી નાવ તો પણ તરાપાથી ડૂબ્યા

હતી એમ જાણે અસર સાથની કે,
સફાળા ચરણ ઠોકરો પરથી કૂદયા.

ચમન ! રાખજે સાવધાની હવે તું,
ફૂલોએ હવાના તરંગોને ચૂમ્યાં.

મદિરાની વાતો હવે લાગે ઠાલી,
પ્રણયના નશામાં ગાળાડૂબ બૂડ્યા.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment