Thursday, 16 February 2017

ગઝલ

નવીન સપના બધા ફળીને સજી સજેલી બહાર બનશે,
તમામ સૂરજ નવા ઉઘડશે કદીક એવી સવાર પડશે.

તલાશ કરતા રહો સતત તો કરમ કરેલી ઉમીદ સારી,
નસીબ જોગે નિગાહ સામે ખુશી ભરેલા દયાર પડશે.

બનાવ નૌખા બને જગતના મળેલ ઠોકર છતાં ચલોતો,
તલબ તમારી સફળ પ્રયાસે ધરેલ ખોબે ધરાર પડશે.

ઉદાર મનના ઉદાર ભાવે મળો બધાને સદા હસીને,
છતાં સદીનીજફા ધરીને હ્રદય હ્રદયની દરાર પડશે.

સહજ કરેલા નવિન ઘાવો તમેજ આપ્યા તમે બચાવો,
નહી કરોતો ઉપાય માસૂમ ધરેલ ધીરજ બહાર પડશે.

            માસૂમ મોડાસવી.

No comments:

Post a Comment