Sunday, 26 February 2017

ગઝલ

જયારે જયારે એકલા બહાર જવાનું થાય ત્યારે 

ટૂથપેસ્ટથી લઈને ટોનિક સુધીની મારી બધી વસ્તુઓને બેગમાં ક્રમબદ્ધ ગોઠવીને 

એનું લિસ્ટ મારા ખિસ્સામાં મુકાવે...

એટલામાં તો એ થાકીને લોથપોથ થઇ જાય!

હું આ જોઈને ઘણીવાર સમજવા મથું કે, 

“આ થાક મારી વસ્તુઓ ભેગી કરવાનો છે કે પોતાની એક વ્યક્તિને પોતાનાથી અલગ કરવાનો?” 

હું ઉતાવળે બેગ લઈને નીકળી જાઉં...

એનાથી દૂર ગયાં પછી પેલા ખિસ્સામાંનું લિસ્ટ એની જેમ જ મારી કેર લેવા માંડે...

ને બેગ પણ મારી જરૂર મુજબની વસ્તુઓ મને સમયસર આપ્યા કરે...

છેવટે આખુંય બેગ ખાલી થાય ત્યારે એહસાસ થાય કે,

આ બધી ભાગદોડમાં હું મારી એક મૂલ્યવાન વસ્તુ તો ઘરે ભૂલીને આવ્યો...

ના એ મને લીસ્ટમાં વાંચવા મળી કે ના બેગમાં જોવા મળી...                         શૈલેષ જોષી 'આર્યન'

No comments:

Post a Comment