બાળપણ હોય તો મિત્ર તો પહેલા યાદ આવે ..મારી રચના મિત્રો ના નામે :
થોડાક મિત્રોના નામથી આંખ ભરાઈ જાય છે,
ભૂલવા ઈચ્છું તેમને તોય યાદ આવી જાય છે,
પહેલા રોજે મળતા,હસતા,રમતા , રડતા,
હવેતો કદીક રસ્તામાં અથડાઈ જાય છે,
મળવા ઇચ્છુ તોય મળી શકતી નથી,
એ આવે નહીંને હું જઈ શકતી નથી,
હવે તો બસ એ જુના સંસ્મરણો બની જાય છે,
બહુ વ્યસ્ત તેઓ થઇ ગયા અને થોડી હું પણ ,
તે જવાબદારીઓ માં અટવાઈ ગયા અને થોડી હું પણ ,
સમય નું ચક્ર બદલાતા મિત્રતા ખોવાઈ જાય છે,
લાગણી ઓ કરતા આજે દુનિયાદારી જીતી જાય છે.
એકતા દોશી.
અમદાવાદ .
No comments:
Post a Comment