આજે ... બાળ ગીત...
છુકછુક ... છુક છુક...ભાખછુક .... ભાખછુક...
જંગલમાં થી ગાડી આવી..છુક.. છુક..છુક..
સસારાણા ગાર્ડ બન્યાને, કોયલ મારે સીટી..,
વાંદરાએ ગુલાટ મારી આપી લીલી ઝંડી...
છુકછુક ... છુક છુક...ભાખછુક .... ભાખછુક...
મોર બેઠા..પોપટબેઠા..સાથે કાકાકૌંઆ બેઠા..,
તેતર આવી..બુલબુલ આવી..સાથે ભોળી ઢેલને લાવી,
છુકછુક ... છુક છુક...ભાખછુક .... ભાખછુક...
કાબર બહુ કલબલ કરે ને કોયલ મીઠું ગાય..
મોર સુંદર નૃત્ય કરે ને સાથી સૌ હરખાય,
છુકછુક ... છુક છુક...ભાખછુક .... ભાખછુક...
લાંબી ડોકે જિરાફ આવ્યું...સાથે નેતરની સોટી લાવ્યું,
આપો સૌ ટીકીટ નહિ તો ...પડશે સોટીનો માર,
છુકછુક ... છુક છુક...ભાખછુક .... ભાખછુક...
ખડખડ હસતું હરણું આવ્યું..સંગે વેફર કેક લાવ્યું..
સિંહમામા નો birthday આજે..સૌને ટીકીટ માફ,
છુકછુક ... છુક છુક...ભાખછુક .... ભાખછુક...
સાથે મળી ગેલ કરીએ...જંગલની સૌ સેર કરીએ...
હળીમળી સૌ સંપીને રહીએ..જંગલને લીલુંછમ રાખીએ...
છુકછુક ... છુક છુક...ભાખછુક .... ભાખછુક...
જંગલમાં થી ગાડી આવી..છુક.. છુક..છુક..
અસ્મિતા
No comments:
Post a Comment