શોધું છું ક્યારનોય મને જડતો નથી,
કિનારો આ ભીડનો મને જડતો નથી;
ખોવાઈ ગયો માણસ આ ભીડમાં,
ખોવાઈ ગઇ માણસાઈ આ ભીડમાં;
પૈસાની પાછળ દોડી રહ્યો આ ભીડમાં,
ઇશને પણ ભૂલી ગયો પોતે આ ભીડમાં;
ખુદને ખબર નથી ક્યાં છે આ ભીડમાં,
જગ્યાનું નથી ભાન પોતાને આ ભીડમાં;
કયાં છે કિનારો ખબર નથી આ ભીડમાં,
પોતે પોતાને જ ભૂલી ગયો આ ભીડમાં;
દેખાવો કરી દેખાડે પોતાને આ ભીડમાં,
પોતાનું ખોટું અસ્તિત્વ બતાવે આ ભીડમાં..!!
- પંકજ ગોસ્વામી
No comments:
Post a Comment