Monday, 6 February 2017

ગઝલ

હતું મઝધારમાં વળગણ, હજુ તો રાત બાકી છે.
થશે આજે પુરું પ્રકરણ, હજુ તો રાત બાકી છે.

અને હળવે રહીને મોજ ઊર્મિની વહાવું  છું,
મળી ત્યાં આગની કતરણ, હજુ તો રાત બાકી છે.

સુખી દિવસો કરીને યાદ મલકાતી હું મન હૃદયે,
છતાં ભીતર મચી ચણભણ, હજુ તો રાત બાકી છે.

નથી પીધી સુરા પ્યાલી, નથી સંગત શરાબીની,
છવાયો ત્યાં નશો અધમણ, હજુ તો રાત બાકી છે.

ખરેલા ફૂલની ખૂશ્બુ વધી છે આ બગીચામાં,
બની છું જાતનું દરપણ, હજુ તો રાત બાકી છે.
-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment