જ્યારથી આખી કથા સમજાઈ ગઈ છે,
કૈંક પીડા સામટી સચવાઈ ગઈ છે.
હસ્તરેખામાં લખેલું ક્યાં થયું છે ?
અધવચ્ચે આ જિંદગી અટવાઈ ગઈ છે.
છે સરોવર યાદના આજે છલોછલ,
સાચવેલી એ છબી ભીંજાઈ ગઈ છે.
બંધ રાખેલી અમે મુઠ્ઠી અમારી,
ભાગ્યની તો યે કથા ચર્ચાઈ ગઈ છે.
અર્થ સમજ્યા જ્યારથી ભીની ક્ષણોનો,
આંખડી આ ત્યારથી છલકાઈ ગઈ છે.
- અરવિંદ પંડયા
No comments:
Post a Comment