Wednesday, 8 February 2017

અછાંદસ

બાળપણ

સોનેરી સમય,
સરતી રેત જેવો
ક્યારે આવ્યો!
ક્યારે વીતી ગયો?
એનો મીઠો અહેસાસ
આંખોની ગહેરાઈમાં,
મનના એક ખૂણામાં,
હજું મલકે છે,
છલકે છે, હરખે છે,
આ બાળપણ હજુ
મારામાં અવારનવાર
ખેલે છે,
આ ગલી, મહોલ્લા, ગામના
ખૂણે ખૂણે,
જૂના ભેરુની જેમ મળે છે,
એ યાદોને મમરાવું છું,
ને એનો સ્વાદ આજેય
એવો જ છે,
હું ભલે  નાનો ના થૈ શકું
પણ મારું મન તો
બાળક થૈ રોજ રમે,
માણે હજું એ બાળપણને.

-સંદીપ ભાટીયા(કવિ)લીમખેડા

No comments:

Post a Comment