Saturday, 11 February 2017

ગીત

લાગણીશીલ છું એટલે હું  કવિ.
આ હૃદય કાગળે લઈ કલમ ઠાલવી.
                 લાગણીશીલ છું....

ડૂબવાનો ના ત્યાં ડર બતાવો મને
લાગણીમાં હવે ના વહાવો મને,
માંડ કાંઠે પહોંચેલ છું માનવી.
                લાગણીશીલ છું....

શોધતો હું ફરું દરબદર જો બધે
ક્યાં જરા હૂંફનો  પ્રેમ મળશે હવે ?
લાગણી ભક્ષ છે આ હૃદય દાનવી.
                 લાગણીશીલ છું....

કોણ આવી હવે આ બધું  સાંભળે.
 મુજ હૃદય કેમ આ લાગણી પીગળે,
શું હૃદય નાભિમાં ક્યાંક રહે છે રવિ.
                 લાગણીશીલ છું....

એક ઈચ્છા ફરીથી હવે  મારીએ
ચાલને આ  હદયમાં જ દફનાવીએ,
લાગણીની કબર જ્યાં બને છે નવી.
                   લાગણીશીલ છું....

*ગૌતમ પરમાર "સર્જક",*

*મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ*

No comments:

Post a Comment