Saturday, 11 February 2017

ગઝલ

તમે ભલે ને કરો હવે ગમે તેટલી નફરત.........
પણ કહો શરૂઆત પ્રણયની અહી કોણે કરી....?!!

મશ્કરી અંધારાએ પ્રકાશ ની કરી તો કરી.....
ને હાથેકરીને જાતની ખુંવારી એને જ કરી.......!!

અફવાઓ આજ લાખ ફેલાવો ભલે ને તમે.....
ઘટના મુહોબ્બતની એક જ અહી સાચી ઠરી.....!!

ઝંઝાવાત ના પગલા પણ જ્યાં પાછા પડ્યા....
મુજ એક ફરજંદ ની ફૂંકે ત્યાં આગેકૂચ કરી.......!!

નીકળ્યો'તો ખુદા વેચવા જિંદગીઓ "પરમ" 
ને બોણી જ મોતની મુજ "પાગલ' થી કરી.......!!

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment