Wednesday, 22 February 2017

ગઝલ

એક ગઝલ

ઉંઘ આંખોથી  અકારણ વેગળી ના થાય,
કોઇકની આંખોમાં જરૂર તમે વશ્યાં હશો.

ખૂબ મહેનત કરી પાંપણોએ આંસુઓ રોકવાની , 
કોઇના હીબકામાં જરૂર તમે રડયાં હસો.
  
પામવાની પરવા કર્યા વગરની ચાહત હશે.
યાદ કરો ક્યાંકતો એને તમે મળ્યાં હશો .
   
તમારી નજરમાં ભલે ના હોય કોઈ,
કોઈની નજરથી દુર તમે
ખશ્યાં હશો. 

ક્ષણીક સ્વપ્નવત આભાશી એ સુખ હશે ,   
કોઈની આંખોના સ્વપ્નમાં તમે આવ્યાં હશો.

        દિલીપ  ઠકકર

No comments:

Post a Comment