*પલ | હૃદયનો સીધો અનુવાદ*
મેં કશી ફરિયાદની આદત નથી રાખી,
કાયમી વિખવાદની આદત નથી રાખી.
શ્વાસમાં આવ્યા કરે છે પૂર શબ્દોનું,
મૌન છું, સંવાદની આદત નથી રાખી.
તું હથેળીમાં બતાવે કે હટાવી લે,
મેં ય જુઠ્ઠા ચાંદની આદત નથી રાખી.
હું તમારા હાથમાં તલવાર ચાહું છું,
પારકા ઝલ્લાદની આદત નથી રાખી.
હું જગતના કોઈપણ ખૂણે ગઝલ વાંચું,
માત્ર અમદાવાદની આદત નથી રાખી.
*આલાપ*
#CM_Sarkaar
No comments:
Post a Comment