સખા,
વસ્ત્રાહરણ સહ્યા પછી
હાડ ફરતે
હિમાળો વીંટાળીને ફરતી
હું મુક્તકેશા
યુગયુગાન્તરથી
નર્યા અગ્નિની પરિક્ષાર્થિની
અહલ્યાની પાષાણવત્
શાપિત પ્રતિક્ષા..
મારી તમામ પીડાઓને
મ્યાન કરીને
આ ઉભી તમારી સામે,
હે સવ્યસાચી !!
મારી મૃતપ્રાય જિજીવિષાને
અમૃતની અંજલિ છાંટીને
સજીવન કરશો?
હર્ષા દવે.
No comments:
Post a Comment