Wednesday, 8 February 2017

ગઝલ

*રચીલે*

ખેલ   બધાં  તું  આજ  રચીલે,
બાકી   હો'   તે   કાજ   રચીલે.

આવ્યો  છે  મળવાં ચાંદો તમને,
રાત    સુહાગી    નાઝ    રચીલે .

સાજન   ઘેલું   આ   મનડું  થ્યું ,
વ્હાલા   પ્રિતના   સાજ   રચીલે.

કયાં     કોઈને    વાડ    નડે   છે,
નીત    નવા    રીવાજ     રચીલે.

દુખ   છે   સાવ  નસીબે  તો  તું,
સુખ   તારું   એમા  જ   રચીલે.

કાજલ કાંજિયા 'ફિઝા '
9/2/2017

No comments:

Post a Comment