શ્વાસો ચૂકાઈ ગયા છે.
કહેવું તો ઘણું છે મારે પણ શબ્દો ખોવાઈ ગયા છે,
અજાણતાંજ મારાથી અશક્ય સ્વપ્નો સેવાઈ ગયા છે,
તમારી અસ્વિકૃતિથી મારા સ્વરો સુકાઈ ગયા છે,
તમારી રાહ જોવાથી આ નયનો ટેવાઈ ગયા છે,
બોલવુંતો ઘણું છે મારે પણ હોઠ સિવાઈ ગયા છે,
કેમ ગોતવા મારાથી જે અરમાનો સંતાઈ ગયા છે,
કેમ મનાવવા મારે, મારા સ્વજનો રિસાઈ ગયા છે,
અજાણતાંજ આ દિલથી ધબકારાઓ ભુલાઈ ગયા છે,
જીવવું તો ઘણું છે મારે પણ મારા શ્વાસો ચૂકાઈ ગયા છે.
એકતા દોશી
No comments:
Post a Comment