*એક ગઝલ == બંધ કર*
રોજ રોજ રાંધવાનું બંધ કર,
તું તને રમાડવાનું બંધ કર.
શ્વાસ આવજા કરે, ભલે કરે,
એનુંએજ વાંચવાનું બંધ કર.
લાબું કૂદવા તું વેગ પ્રાપ્ત કર,
ખાઈ-ખાડ માપવાનું બંધ કર.
આમ તો સરળ જ છે જીવન, ભલા
ફોતરા ઉખાડવાનું બંધ કર.
રાખજે હૃદય, નજર, લગાવ, બસ,
તું ગઝલ વિચારવાનું બંધ કર.
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment