Monday, 27 February 2017

ગઝલ

*હારી કયાં છું*

છૂરી હું  દો  ધારી કયાં  છું?
તૂટી  છું પણ હારી કયાં છું?

સાચું બોલ્યાની આદત છે,
કાપું  એવી  આરી કયાં છું?

રોજે  હું  રૂપ  નવાં  બદલું,
એવી ઈચ્છા ધારી કયાં છું?

ઊંડી થઈ ગઈ દુ:ખો પી'ને.,
દરિયા જેવી ખારી કયાં છું?

વિષ પીધા મેં જાણી જાણી,
કાન્હાને  હું પ્યારી  કયાં છું?

આપું   રોજે   અગ્નિપરિક્ષા,
સીતા  જેવી  નારી  કયાં છું?

'ફિઝા' કાગળ-ફૂલ સમી છું,
મ્હેકું એવી ક્યારી  ક્યાં છું?.

કાજલ કાંજિયા 'ફિઝા'
27/2/2017

No comments:

Post a Comment