આંખો બિછાવી છે રાહમાં મેં ,
ખુદને સજાવી છે રાહમાં મેં .
કોમળ તમારા ગાલને જોઈને ,
ઉપવનની ખૂબસુુરત વેલ લઇને ,
છાયા રચાવી છે રાહમાં મેં .
ખુદને સજાવી છે રાહમાં મેં .
તને રાસ બહુ જ ગમતો 'તો ,
સંગીત પણ ગમે છે એટલે તો ,
બંસી બજાવી છે રાહમાં મેં .
ખુદને સજાવી છે રાહમાં મેં .
પાગલ છું હું તમારી ચાહમાં ,
એટલે જ હૈયાના આ બાગમાં ,
લાગણી ઉગાડી છે રાહમાં મેં .
ખુદને સજાવી છે રાહમાં મેં .
આવશે બહુ જ મજા સહવાસે ,
બેસો તમે નિરાંતે મુજ પાસે ,
જાજમ લગાવી છે રાહમાં મેં .
ખુદને સજાવી છે રાહમાં મેં.
ચિતડું આ પાવન કરવા મારું ,
પૂજન તમારું કરવાને સારું ,
મૂર્તિ બનાવી છે રાહમાં મેં .
ખુદને સજાવી છે રાહમાં મેં.
તમે છો મને પ્રાણથી પ્યારા ,
કરવાને 'જશ' તમોને અમારા ,
દુનિયા વસાવી છે રાહમાં મેં .
ખુદને સજાવી છે રાહમાં મેં .
આંખો બિછાવી છે રાહમાં મેં . ,
ખુદને સજાવી છે રાહમાં મેં .
જશુ પટેલ
૨૭-૦૨-૨૦૧૭
યુ.એસ.એ.
No comments:
Post a Comment