Monday, 27 February 2017

ગઝલ

સદા સાદગીના પડછાયાની સાથે
જીવન વિતાવ્યું એક આશાની ઓથે

શરુ કરી હતી મુસાફરી નિશ્ચય સાથે
પણ મંજિલ મેળવતાં ચઢી ગયો ગોથે

કર્યો છે પ્રેમનો ગુનો,ના કોઈ કહી શકે
દુનિયા ખાલી સત્યના નકાબ ઓઢે

રહું તારી ભીતરે શ્વાસ બની એક થઈ
કોણ મને અને ક્યાં ક્યાં જઈ શોધે ?

ખબર નથી જીવવાનું શક્ય છે કે નહિ?
પણ મોત હું ઈચ્છું છું તારી જ સંગાથે

બસ કરી દઈએ એકરાર હવેથી બધાને
જન્મ્યા છે આપણે એક બીજાની  જ માટે
હિમાંશુ
૨૭.૦૨.૧૭

No comments:

Post a Comment