મહાશિવરાત્રી પર્વની સૌ મિત્રોને હાર્દિક શુભકામના .
તારા જેવું ખર્યું હશે કોને ખબર ,
આભ કેટલું રોયું હશે કોને ખબર .
વાદળોની વણઝાર તો ચાલી ગઇ ,
ચાંદની પણ જાણે રિસાઇ ગઇ ,
રાતે કેટલું ખોયું હશે કોને ખબર ,
આભ કેટલું રોયું હશે કોને ખબર .
પ્રેમઘેલો ચાંદ આજ ડૂસકાં લે છે ,
યાદમાં કોઇની તે ઝૂર્યા કરે છે ,
દિલ કોઇએ તોડ્યું હશે કોને ખબર ,
આભ કેટલું રોયું હશે કોને ખબર .
તારાઓ પણ બધા કેવા ખામોશ છે ,
અંધકાર પણ કેટલો બધો સ્તબ્ધ છે ,
એમણે કેટલું છોડ્યું હશે કોને ખબર ,
આભ કેટલું રોયું હશે કોને ખબર .
તમરાઓ આ બધા પોક મૂકીને રોયા ,
અશ્રુબિંદુઓ તેમનાં ધરતી પર રેલાયા ,
એટલેજ ઝાકળ બન્યું હશે કોને ખબર ,
આભ કેટલું રોયું હશે કોને ખબર .
તારા જેવું ખર્યું હશે કોને ખબર ,
આભ કેટલું રોયું હશે કોને ખબર .
જશુ પટેલ
૨૪ - ૦૨ - ૨૦૧૭
યુ.એસ.એ.
No comments:
Post a Comment