Friday, 24 February 2017

ગઝલ

સૂર્યને ખુદ લૂથી ભર્યો આજ તડકો લાગ્યો હતો.
વાદળોમાં ચર્ચા બની એક પડઘો ગાજયો હતો.

બિંદુ ઉપજ્યા પ્રસ્વેદના તેજ ઝગમગતા ભાલ પર,
પ્રકૃતિની લઈને મદદ કોઈ પડદો નાખ્યો હતો.

ભીંત પર ટીંગાયો દિવસ, રાત ઉતરી અજવાસમાં,
જિંદગીની ઘટમાળમાં સ્હેજ થડકો વાગ્યો હતો.

ચાંદમાં જાગી ગઈ હવે ઓસને મળવાની તલપ,
એ અજુગતી માંગે કળીમાંય ઝઘડો જાગ્યો હતો.

મોં વકાસી ચારે દિશાઓ મસોતા થઈને ઉભી,
સાગરોના વળતાં જળે ભેદ તરતો દાબ્યો હતો.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment