સત્યતાને છૂપી રખાય નહીં,
કે આ મૃગજળથી જળ થવાય નહીં.
ઘાવ કેવા તે દિલ ઉપર આપ્યા,
કોઈ સ્પર્શે તો પણ દુઃખાય નહીં!!
ઝૂલ્ફ ક્યારેક આડી આવી શકે,
ગાલ પકડ્યા વગર ચૂમાય નહીં!
એ વદન ધારદાર રાખે છે,
તો ય મારું હૃદય ઘવાય નહીં.
આમ તો પ્રેમ હોય એ સારું,
આમ આ પ્રેમના ડખા ય નહીં.
રવિ દવે 'પ્રત્યક્ષ'
No comments:
Post a Comment