Sunday, 5 February 2017

અછાંદસ

જ્યારે જયારે
જોઉં છું હું
ગરીબ ખોલીમાં ખીલતા
મોજને માણી લેતા
કોઈ હસતાં ચહેરાઓ,
બેફિકરાઈથી
માણી લેતા જીવનને,
બીજાની ખુશીમાં
ખુશ થઈ જતાં,
સૂઈ જતા સહજતાથી
પ્રકૃતિની ગોદમાં,
ઇમાનદારીથી
જીવન જીવતા;
એ જોઈને
વિશ્વાસ આવી જાય છે
કે-
ખુશીનો સંબંધ દોલત નહિ
પણ
અંદરથી હોય છે ..!!

- પંકજ ગોસ્વામી

No comments:

Post a Comment