Sunday, 5 February 2017

અછાંદસ

કોણ જાણે
શું શોધી રહ્યો હતો એ
ફંફોસી ફંફોસીને
મારા શરીર પર. ...
મને થયું ,કે  કદાચ
એ મારા આત્મા સુધી
પહોંચવાનો
રસ્તો શોધી રહ્યો હશે. ...
પણ હું ખોટી ઠરી
વાસ્તવમાં તો એ
અટપટા વળાંકો માં
ખોવાઈ ને ગમતું શોધવા
ફાંફાં મારી રહ્યો હતો
જાણે આજે જ
મહાસાગરના તળ
તાગવાનું નક્કી કર્યુ હોય
એમ વારાફરતી ગોતા
લગાવતો રહ્યો
ને હું મારા જખ્મી આત્માના
ઉઝરડા ધોવા આંખ ઉલેચતી
રહી. ....

...હેમશીલા માહેશ્વરી"શીલ"

No comments:

Post a Comment