Tuesday, 21 March 2017

સોનેટ

સોનેટ...(શિખરિણી)શબ્દસ્થ શ્રીચિનુકાકાને સમર્પિત... 

તમે ચાલ્યા ગ્યા'છો, પરમગતિના મારગ વિશે.
સ્મૃતિના કોશે કૈ, કટુ, મધુ બધું માત્ર પડઘી.
બધાં ભેદો ખોલી, પળ વિપળમાં લુપ્ત થઈ ગ્યા'.
હવે ટૌકા રુપે, પરણ કુસુમે પંખી બનજો.

તમે પ્રારંભી છે, પવનગતિ સી આ સફરને.
જજો વાયુયાને, ધવલ ઉજળા ઉપવનમાં.
ક.મા.ઉમા સાથે,કરથીકર બાંધી વિચરજો.
વળી લા.ઠા.પાસે, નવલ કથ વિસ્તારી રટજો.

ર.પા.ની સાથે રૈ,ગઝલ કણિકા રોજ ગૂંથજો.
કલાપીની ભૂલો, રદીફ નજરે ધીમે લૂછજો.
હુંફાળા શબ્દોમાં, રવજી-ધનજી રોજ મળશે.
બધાને જોઈને, ઝળહળ થતું સ્વર્ગ હરખે.

ઉડી'ગ્યા શ્વાસોના, ધણ મલકની ધૂળ મૂકી ને.
જીવ્યા કૈ એવું કે,સફળ થયું 'ઈર્શાદ' લખવું ....

          પારુલ બારોટ...

No comments:

Post a Comment